એક મોટી તપેલી લઈ તેમાં ૫૦૦ ગ્રામ પાણી લો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમા લોટનું પેકેટ ખાલી કરી નાંખો. લોટ અને પાણી તવેથાથી હલાવી બરાબર મીક્સ કરો થોડીવાર ઠંડુ પડવા દો ત્યાર બાદ બાંધેલા લોટને ગાંઠીયાનાં સંચામા નાંખો, સંચામા જાડા ગાંઠીયાની એક કાણાવાળી પ્લેટ નો ઉપયોગ કરી ગોળ-ગોળ ચકરી કાગળ ઉપર પાડવા માંડો, પાંચ - છ ચકરી કાગળ ઉપર પડી જાય એટલે હળવા (હલકા) હાથે ઉચકી તેલમાં તળવા માંડો. એટલે મજેદાર ચકરી તૈયાર !!