૫૦૦ ગ્રામ લોટ માં ૧૫૦ ગ્રામ ઘીનું મોણ નાખવું. પ્રમાણસર પાણી નાંખી લોટ કઠણ બાંધવો. નાના લુવા બનાવી પુરી વણવાનુ શરૂ કરવું. દરેક પુરી વણ્યા પછી ઊભા વેળણથી ચાર-પાંચ ખાડા પાડવા, જેથી પુરી ફુલી જાય નહીં. પુરી પાપડ જેવી પાતળી વણવી. પહેલા બધી પુરી વણી નાંખવી. વણવાનું પુરું થયા બાદ જ પુરી તળવાનું શરૂ કરવું! અને પછી કરકરી પુરી ખાવાની મજા માણો.